રાજકોટ– બારે મેઘ ખાંગા થયાં હોય એમ રાજકોટ જિલ્લા શહેરમાં 18 ઇંચ વરસાદની ઝાકઝમાળ જોવા મળી રહી છે. શહેરના લગભગ તમામ વિસ્તારોની આ હાલત છે. કામધંધે નીકળવું જ પડે તેવા શહેરીજનોની દશા કફોડી બની છે. આ તો પાશેરામાં પહેલી પૂણી હોય તેમ હજુ બે દિવસમાં લગભગ 19 ઇંચ વરસાદનો આંકડો પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી જાહેર થાય ત્યારે તંત્ર રાબેતા મુજબ કહે કે પ્રિમોન્સૂન કામગીરી સંપન્ન કરાઇ હોવાથી પાણી ભરાશે નહીં…તંત્રની એ કામગીરીનો જવાબ આ તસવીરોમાં છે.