1. હળદર કરશે ચહેરા પરની કરચલીઓને છૂમંતર
ફેસ માસ્ક ત્વચાની ડેડ સ્કીનને હટાવીને તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. બજારમાં એવા કેટલાક Face Pack ઉપલબ્ધ છે જે ત્વચાને સુંદર બનાવવાનો દાવો કરે છે, પરંતુ તેનાથી કોઈ જ ફરક પડતો નથી. તમે ઈચ્છો તો હળદરનો ઉપયોગ કરીને ઘરે જ પ્રાકૃતિક ફેસ પેક તૈયાર કરી શકો છો. હળદર એક એવો પ્રાકૃતિક મસાલો છે, જેના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે.
2. હળદર-દહીં સ્ક્રબ
આ સ્ક્રબ સન ટેનિંગ અને ત્વચાની સફાઈ સારી રીતે કરે છે. તેને બનાવવા માટે ½ ચમચી હળદર પાઉડર ૧ ચમચી દહીંમાં ભેળવો. આ પેસ્ટને ૧૫ મિનીટ માટે ચહેરા પર લગાવો અને ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો. હળદર, ત્વચાની સફાઈ કરે છે અને દહીં ભેજને જાળવી રાખે છે.
3. હળદર-મધ પેસ્ટ
આ પેસ્ટ બનાવવા માટે મધ અને હળદરમાં થોડા ટીપાં ગુલાબજળ ભેળવી દો. પછી આ પેસ્ટને પોતાની ગરદન અને ચહેરા પર લગાવો. આ પેસ્ટની મદદથી કરચલીઓ દૂર થાય છે. તેથી સપ્તાહમાં બે વખત આ પેસ્ટ લગાવી શકો છો.