સલમાન ખાનની બેલની અરજી પર જોધપુરની કોર્ટમાં સુનવણી પૂરી થઇ ચૂકી છે. સુનવણી બાદ બહાર ગયેલા વકીલે કહ્યું કે તેના પર બપોરે 2 વાગ્યે નિર્ણય આવી શકે છે. કોર્ટમાં બેલ પર ચર્ચા દરમ્યાન સલમાનના વકીલોએ કહ્યું કે તેમણે 20 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ દરમ્યાન કયારેય કોર્ટની અવહેલન કરી નથી, એવામાં તેમને રાહત આપવી જોઇએ. સલમાનના વકીલોએ સાક્ષી પર પણ પ્રશ્ન ઉભા કર્યા, તેના પર સરકારી પક્ષે કહ્યું કે સાક્ષીના નિવેદનને સીજેએમ કોર્ટે સ્વીકાર કર્યો હતો. એવામાં અહીં પણ તેમના નિવેદનોને માનવા જોઇએ. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે આ કેસમાં દલીલો આવી ચૂકી છે અને લંચ બાદ તેના પર નિર્ણય સંભળાવાશે.
સુનવણી દરમ્યાન સરકારી વકીલે સલમાન ખાનની જામીનનો વિરોધ કર્યો. સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે આ અવસ પર કોઇપણ પ્રકારના પુરાવા ઘટનાથી સંબંધિત મળ્યા નથી. કોર્ટની સુનવણી દરમ્યાન પરિસરથી બહાર આવેલા એક વકીલે કહ્યું કે શુક્રવારના રોજ સુનવણી દરમ્યાન નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો નહોતો પરંતુ બંને પક્ષોની તરફથી દલીલો બાકી હતી, જે શનિવારના રોજ પણ ચાલુ રખાઇ. કોર્ટની સુનવણીના સમયે સલમાન ખાનની બહેન અલવીરા અને અર્પિતા સિવાય તેમનો બોડીગાર્ડ શેરા પણ કોર્ટમાં હાજર હતો. આની પહેલાં સેશન કોર્ટના જજ રવિન્દ્ર જોશીએ સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવ્યા બાદ સીજેએમ કોર્ટના જજ ખત્રી સાથે મુલાકાત કરી હતી.
આપને જણાવી દઇએ કે શુક્રવારની સાંજે રાજસ્થાન સરકારે 87 જજોની ટ્રાન્સફર કરી દીધી હતી. તેમાં શુક્રવારના રોજ સલમાનની બેલ અરજીની પણ સુનવણી કરનાર જજ રવિન્દ્ર કુમાર જોશી પણ સામેલ છે. ત્યારબાદ તેના પર સસ્પેન્સ રખાયું હતું કે આખરે તેની બેલની અરજી પર સેશન કોર્ટમાં સુનવણી થશે કે નહીં. જો કે કોઇ જજના ટ્રાન્સફરના નિર્ણયના અમલમાં એક સપ્તાહથી 10 દિવસ સુધીનો સમય લાગે છે. આથી રવિન્દ્ર કુમાર જોશીએ જ બેલની અરજી પર સુનવણી કરી.